BIG BREAKING / આનંદો! કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો, સરકારી બાબુઓના તહેવારો સુધરી ગયા

BIG BREAKING / આનંદો! કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો, સરકારી બાબુઓના તહેવારો સુધરી ગયા

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો


  • નવરાત્રી પર કેન્દ્રીય કર્મચારીઓને ભેટ
  • સરકારે DAમાં 4% વધારાની કરી જાહેરાત
  • 1 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને થશે ફાયદો

7th Pay Commission: કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે તેને 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, DAમાં કર્યો 4%નો વધારો, આ તારીખથી લાગુ થતાં એરિયર પણ મળશે

  • હાઈ શુગર લેવલનું કારણ જાણવા અહીં વાંચો
  • શિયોપલ્સ ડાયાબિટીસ કેપ્સ્યુલ્સ
  • મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો 

નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા જ મોટી ભેટ આપીને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ પછી તેમને મળતું DA હવે 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયું છે. પહેલેથી જ એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ 4% DA વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં જોરદાર વધારો થશે.

મોંઘવારી ભથ્થું 42%થી વધીને 46%

નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો (4% DA Hike) કર્યા બાદ હવે તે વધીને 46 ટકા થઈ ગયો છે. તેનો લાભ 1 જુલાઈ, 2023થી મળશે. DAમાં વધારાની સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો જોવા મળશે. વર્ષ 2023 માટે સરકારે પહેલો સુધારો કરતા 24 માર્ચ, 2023ના રોજ ડીએમાં વધારાની જાહેરાત કરી હતી અને જે બાદ વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓ અને પેન્શનર્સને 1 જાન્યુઆરી, 2023થી મળી રહ્યો છે.

દર વર્ષે બે વાર કરવામાં આવે છે ફેરફારો

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થુ મહત્વની ભૂમિકા ભજવે છે. સરકાર વર્ષમાં બે વખત ડીએમાં સુધારો કરે છે. જેનો લાભ તેમને 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈથી આપવામાં આવે છે. નોંધનીય છે કે દેશમાં લગભગ 52 લાખ કર્મચારીઓ કેન્દ્ર સરકાર હેઠળ કામ કરે છે અને 60 લાખ પેન્શનરો છે, જેમને સરકારના આ મોટા નિર્ણયથી ફાયદો થશે.

Post a Comment

Previous Post Next Post