Chandra Grahan 2023: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિ પર શુ અસર પડશે.

Chandra Grahan 2023: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિ પર શુ અસર પડશે.

આ વર્ષ નુ છેલ્લુ Chandra Grahan તારીખ 29 ઓકટોબર ના રોજ શરદ પૂનમ ના દિવસે થવા જઇ રહ્યુ છે. ચંદ્ર ગ્રહણ ને ખગોળશાસ્ત્ર ની સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ જોવામા આવે છે. ચંદ્ર ગ્રહણ એ ખગોળીય ઘટના હોવાથી રાશીઓ પર તેની નકારાત્મક તથા સાનુકૂળ અસરો પડતી હોય છે. વર્ષ ના છેલ્લા ચંદ્રગ્રહણ ની કઇ રાશી પર શું અસર પડશે તેની માહિતી મેળવીએ.
Chandra Grahan

વર્ષ 2023નું છેલ્લું Chandra Grahan 29 ઓક્ટોબર, રવિવારના રોજ થનાર છે. આ ચંદ્રગ્ર્હણ સવારે 01:06 વાગ્યે શરૂ થનાર છે અને સવારે 02:22 વાગ્યે સમાપ્ત થનાર છે. આ ચંદ્રગ્રહણની 6 રાશિના લોકો પર નકારાત્મક અસર પડી શકે છે. આ ચંદ્ર ગ્રહણ ની સૌથી વધુ અસર મેષ રાશિના લોકો પર પડી શકે છે. તો ચાલો જાણીએ કઈ 6 રાશિઓ માટે ચંદ્રગ્રહણ ની શું અસર પડશે ?

ચંદ્ર ગ્રહણ 2023
આ વર્ષ 2023નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ તા. 29 ઓક્ટોબર રવિવારે 1.06 AMથી શરુ થનાર છે અને આ 2.22 AM પર પુરૂ થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમય 1 કલાક 16 મિનિટ જેટ્લો રહેશે.. આ એક ખંડગ્રાસ Chandra Grahan હશે. આ ચંદ્રગ્રહણ અશ્વની નક્ષત્ર અને મેષ રાશિમાં લાગનાર છે. આ વર્ષ નુ એકમાત્ર ગ્રહણ છે, જે ભારતમાં જોઇ શકાસે, માટે આનો સૂતક કાળ માન્ય રહેશે. આનો સૂતક કાળ બપોરે 2.52 PMથી શરુ થશે. માટે ચંદ્રગ્રહણનો થોડા ઘણા અંશે પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. પરંતુ 6 રાશિઓ એવી છે જેના પર આ ચંદ્ર ગ્ર્હણ ની વધુ અસર પડશે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાધ્યક્ષ ડો મૃત્યુંજય તિવારી પાસે જાણીએ કે Chandra Grahan ની કઈ રાશી પર શું અસર પડશે ?

મેષ
વર્ષનું અંતિમ Chandra Grahan ની મેષ રાશિના લોકો પર વધુ અસર પડશે. તેનાથી તમારી પર્શનલ અને પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઇ શકે છે. તણાવના કારણે તમારૂ વર્તન પણ ખરાબ થઇ શકે છે, જેની અસર સબંધો પર જોવા મળશે. ચંદ્રગ્રહણના દિવસે કોઈ પણ રોકાણ ન કરવુ હિતાવહ છે. સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી રાખવી.

વૃષભ
ચંદ્રગ્રહણના દિવસે વૃષભ રાશી ના લોકો માટે જીવનમાં તણાવ વધી શકે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક જણાવવામાં આવ્યો છે. ચંદ્રના કારણે આપણુ મન પરેશાન થઇ શકે છે. આ દિવસે ખર્ચા વધી શકે છે. ખર્ચાઓ પર કન્ટ્રોલ કરવો, નહિ તો આર્થિક તંગી થઇ શકે છે.

કર્ક
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને એના પર ગ્રહણ લાગશે. એવામાં વર્ષના અંતિમ ગ્રહણના દિવસે કર્ક રાશીના લોકોએ સાવધાન રહેવું પડશે. કર્ક રાશી માટે ચંદ્ર ગ્રહણ શુભ નહિ થાય. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર સતર્ક રહી કામ કરવા ભલામણ છે. થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે. તમારા માટે કેટલીક કઠિન પરિસ્થિતિ બની શકે છે. ગ્રહણ વાળા દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.

કન્યા
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કન્યા રાશિના લોકો માટે મિશ્ર પરિણામ આપી શકે છે. એક તરફ, તમે પૈસા મેળવી શકો છો, પરંતુ ખર્ચ પર નિયંત્રણના અભાવને કારણે, તમે પૈસાની અછત અનુભવી શકો છો. જો ખર્ચાઓ પર નિયંત્રણ નહીં રાખો તો તમારે બીજા પાસેથી પૈસા ઉછીના લેવા પડે તેવી પણ પરિસ્થિતિ બની શકે.

વૃશ્ચિક
વર્ષના આ બીજા ચંદ્રગ્રહણના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના શત્રુઓથી સાવધાન રહેવા ભલામણ છે. શત્રુઓ તમારા માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે તમારા આયોજનો ને ગુપ્ત રાખવા જોઈએ. ધ્યાન રાખો કે તમારી માહિતી લીક ન થાય, અન્યથા તેનો દુરુપયોગ થવાની શકયતા છે. જો કે,આ ચંદ્રગ્ર્હણ ને લીધે નોકરી કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધવાની અપેક્ષા છે.

મીન
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ તમારી રાશિના આઠમા ભાવમાં થશે. આ કારણે તમારી લવ લાઈફમાં તણાવ વધી શકે છે. તમારા લવ પાર્ટનર સાથે ધીરજ રાખો. એવી વર્તણૂક અથવા ભાષાનો ઉપયોગ કરશો નહીં જે તમારા સંબંધોને અસર કરે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. શાંતિથી બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરો. આ દિવસે મિત્રો સાથેના સંબંધો બગડવાનો ભય રહેશે.
અગત્યની લિંક

To View Chandra Grahan Live On Nasa Site Click Here



Post a Comment

Previous Post Next Post