Benefits of ATM: તમને ખબર છે ATM કાર્ડ પર મળે છે બિલકુલ ફ્રીમાં રુ10 લાખનો વીમો, આ રીતે કરી શકશો ચેક

Benefits of ATM: તમને ખબર છે ATM કાર્ડ પર મળે છે બિલકુલ ફ્રીમાં રુ10 લાખનો વીમો, આ રીતે કરી શકશો ચેક

Benefits of ATM: તમને ખબર છે ATM કાર્ડ પર મળે છે બિલકુલ ફ્રીમાં રુ10 લાખનો વીમો, આ રીતે કરી શકશો ચેક


enefits of ATM: લો બોલો ATM કાર્ડનો વીમો પણ બચાવી શકે છે તમારા લાખો રુપિયા...જ્યારે તમે પણ તમે કોઈ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ઓપન કરો છો ત્યારે બેંક તમને એક ATM કાર્ડ આપે છે. આ કાર્ડની મદદથી તમને ATM મશીનમાંથી ધારો ત્યારે રોકડ ઉપાડી શકો છો અને ઓનલાઇન તેમજ મોલમાં શોપિંગ પણ કરી શકો છો. તમારા બિલ પણ ચુકવી શકો છો.

પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે આ ATM કાર્ડ સાથે તમને રુ.10 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ પણ મળે છે. જો નથી જાણતા તો આજે ખાસ વાંચી લો ખૂબ કામ આવશે આ રુપિયા.
ઇંશ્યોરન્સ કવરનું ક્ષેત્ર

લગભગ તમામ બેંક પછી તે સરકારી હોય કે પ્રાઇવેટ પોતાના તમામ ગ્રાહકોનેને ATM કાર્ડ પર એક્સિડેંટલ હોસ્પિટલાઇઝેશન કવર અથવા એક્સિડેન્ટલ ડેથ કવર આપે છે. આ સ્કિમ અંતર્ગત મળતું વીમા કવર રુ.50,000થી રુ. 10 લાખ સુધીનું હોય છે. કેટલીક બેંક પોતાના ક્રેડિટ કાર્ડ ધારકોને પણ આ સુવિધા આપે છે.

ઇંશ્યોરન્સ માટે કઈ રીતે કરશો ક્લેમ-
જો કોઈ ATM ધારકનું મોત થઈ જાય છે તો તેમના પરિવારના વ્યક્તિએ 2-5 મહિનાની અંદર જેતે બેંકની બ્રાંચમાં પહોંચીને આ અંગેની જાણકારી આપવાની રહે છે તેમજ આ જ બ્રાંચમાં વીમાની રકમ માટે એપ્લિકેશન પણ દેવાની હોય છે. ક્લેમની રકમ આપતા પહેલા બેંક એ ચેક કરશે કે શું વ્યક્તિએ મૃત્યના 60 દિવસ પહેલા સુધીમાં બેંકમાં કોઈ વ્યવહાર કર્યો છે કે નહીં. આ ઇંશ્યોરન્સ અંતર્ગત વિકલાંગતાથી લઈને મૃત્યુ સુધીના અલગ અલગ રકમ મળે છે. તેમજ સાધારણ ATM, માસ્ટરકાર્ડ (Master Card) , ક્લાસિક ATM આમ કાર્ડની કેટેગરી મુજબ વીમાની રકમ પણ અલગ અલગ હોય છે. એટલું જ નહીં તમને બેંકમાં જઈને એ પણ તપાસ કરી શકો છો કે તમારા ATM કાર્ડ પર કેટલું વીમા કવર છે.

ક્લેમ માટે ક્યા દસ્તાવેજ આપવા પડે છે?
આ પ્રકારના ઇંશ્યોરન્સ માટે જેમના નામે ક્લેમ કરવાનો છે તેમના એક્સિડેન્ટ અથવા મૃત્યુ સંબંધી તમામ ડોક્યુમેન્ટ્સ આપવા જરુરી છે. જો એક્સિડેન્ટનો કેસ છે અને વ્યક્તિ હોસ્પિટલમાં છે તો તેના સંબંધીત તમામ ડૉક્યુમેન્ટ્સ આપવાના હોય છે. આ ઉપરાંત જો વ્યક્તિનું મોત થયું હોય તો તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સની કોપી પણ ઉપલબ્ધ કરાવવાની હોય છે.

જો કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા 45 દિવસથી કોઈપણ રાષ્ટ્રીયકૃત અથવા બિન-રાષ્ટ્રીયકૃત બેંકના એટીએમનો ઉપયોગ કરે છે, તો તે એટીએમ કાર્ડ સાથે આવતા વીમાનો દાવો કરવા માટે હકદાર બને છે. બેંકો ગ્રાહકોને ઘણા પ્રકારના એટીએમ કાર્ડ ઈશ્યુ કરે છે. એટીએમ કાર્ડની કેટેગરી અનુસાર તેની સાથે ઉપલબ્ધ વીમાની રકમ નક્કી કરવામાં આવે છે. ગ્રાહકો ક્લાસિક કાર્ડ (Classic Card)પર રૂ. 01 લાખ, પ્લેટિનમ કાર્ડ પર રૂ. 02 લાખ, સામાન્ય માસ્ટર કાર્ડ (Master Card) પર રૂ. 50 હજાર, પ્લેટિનમ માસ્ટર કાર્ડ (Platinum Master Card) પર રૂ. 05 લાખ અને કાર્ડ પર રૂ. 1.5 થી 02 લાખ સુધીનું વિઝા વીમા (Insurance Coverage) કવરેજ મેળવી શકે છે ( (Visa Card)પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ, ગ્રાહકોને રુપે કાર્ડ વીમા સાથે 01 થી 02 લાખ રૂપિયાનો વીમો મળે છે.

એટીએમ વીમાનો દાવો કેવી રીતે કરવો-
જો એટીએમ કાર્ડ ધારક (ATM Card Holder) અકસ્માતનો શિકાર બને છે અને એક હાથ અથવા એક પગથી અક્ષમ થઈ જાય છે, તો તેને 50,000 રૂપિયાનું કવરેજ મળે છે. તેવી જ રીતે, બંને હાથ અથવા બંને પગ ગુમાવવાના કિસ્સામાં, 01 લાખ રૂપિયાનો વીમા લાભ ઉપલબ્ધ છે. મૃત્યુના કિસ્સામાં, કાર્ડ મુજબ રૂ. 01 લાખથી રૂ. 05 લાખનું કવરેજ ઉપલબ્ધ છે. એટીએમ કાર્ડ સાથે આવતા વીમાનો દાવો કરવા માટે, કાર્ડધારકના નોમિનીએ સંબંધિત બેંકમાં અરજી કરવાની રહેશે. બેંકમાં FIR કોપી, હોસ્પિટલ સારવાર પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજો સબમિટ કરવા પર વીમાનો દાવો પ્રાપ્ત થાય છે. બીજી તરફ, મૃત્યુના કિસ્સામાં, કાર્ડધારકના નોમિનીએ મૃત્યુ પ્રમાણપત્ર, એફઆઈઆરની નકલ, આશ્રિતનું પ્રમાણપત્ર, મૃતકના પ્રમાણપત્રની મૂળ નકલ વગેરે સબમિટ કરવાનું રહેશે.


Post a Comment

Previous Post Next Post